સુવિચારજીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો

* ’કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
* કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
* મહેણું ક્યારેય ન મારો.
* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
* ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.
* રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.
* નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
*દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.
* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
* કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
* ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
* લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.
* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
* ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
* બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
* ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
* તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
* મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
*ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
* બચત કરવાની શિસ્ત પાળો.

* ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.

* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.
* અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.
* કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.
* ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.
* ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.
* સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ
*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

** ** **

Advertisements

 • થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે …. અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે.
 • ધુળ જેવી છે જીંદગી આપણી ….. આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર .!
 • કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી …
 • સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો ….. આખરે તો એ મા – બાપનેજ અનુસરશે!
 • બરફ જેવી છે આ જીંદગી … જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ….
 • પ્રશ્નો તો રહેવાના જ . સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે .. અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે , પણ શું કરીએ ?
 • ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે … પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે ; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે .
 • કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે .. જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે !
 • સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
 • વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…
 • માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સત્તાસ્થાને બેસાડો.
 • જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !
 • જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !
 • દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે.
 • મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે , અનેએ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.

અને છેલ્લે ….
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય……. તે મોત ..
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ……….. તે મોક્ષ !!


 

[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !

[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.

[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.

[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.

[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.

[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!

[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !

[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !

[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.

[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.

[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.

[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.

[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.

[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.

[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.

[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !

[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !

[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.

[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !

[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે

[21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !

[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.

[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.

[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.

[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !

 


શું કહે છે ગુજરાતી બારખડી!

  કહે છે કલેશ  કરો.
  કહે છે ખરાબ  કરો.
  કહે છે ગર્વ  કરો.
  કહે છે ઘમંડ  કરો
  કહે છે ચિંતા  કરો.
  કહે છે છળથી દૂર રહો.
  કહે છે જવાબદારી નિભાવો.
  કહે છે ઝઘડો  કરો.

  કહે છે ટીકા  કરો.
  કહે છે ઠગાઇ  કરો.
  કહે છે કયારેય ડરપોક  બનો.
  કહે છે કયારેય   બનો.
  કહે છે બીજાને તુચ્છકારો નહીં.
  કહે છે થાકો નહીં.
  કહે છે દીલાવર બનો.
  કહે છે ધમાલ  કરો.
  કહે છે નમ્ર બનો.
  કહે છે પ્રેમાળ બનો.
  કહે છે ફુલાઇ  જાઓ.
  કહે છે બગાડ  કરો.
  કહે છે ભારરૂપ  બનો.
  કહે છે મધૂર બનો.
  કહે છે યશસ્વી બનો.
  કહે છે રાગ  કરો.
  કહે છે લોભી  બનો.
  કહે છે વેર  રાખો.
  કહે છે કોઇને શત્રુ  માનો.
  કહે છે હંમેશા સાચુ બોલો.
  કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો.
  કહે છે હંમેશા હસતા રહો.
ક્ષ  કહે છે ક્ષમા આપતા શીખો.
જ્ઞ કહે છે જ્ઞાની બનો.

 

 


  સાત ફેરા  ને પગલા…

મિત્રો એકદમ સરળ ગુજરાતી ભાષામાં જિંદગીના થોડા ઉપદેશના વાક્યો લખ્યા છે જે વાંચવાથી ફાયદોજ થવાનો છે અને ના વાંચશોતમનેજ નુકશાન છે. જેમ લગ્નના સાત ફેરા હોય છે તેમ જન્મ મરણના પણ સાત ફેરા છે.જે આપણેને બધાંને જાણ પણ છે.

જન્મ…. એક અણમોલ સોગાદ છે,જે ભગવાનની ભેટ છે…..


(૨) બચપણ …..મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છેજે ડુબી શક્યો તે તરી ગયો છે….

(૩) તરુણાવસ્થા……… કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે.મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.  તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ…  અને અનેક નવી મૂંઝવણો….

(૪) યુવાવસ્થા ……બંધ આંખોનું એ આંધળુ સાહસ છે…   તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો … અને કુરબાન થવાની આશા છે.

(૫) પ્રૌઢાવસ્થા ……..ખુદને માટે કશુ ન વિચારતા…  બીજા માટે કરી છુટવાની ખુશી છે. કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે. 

(૬) ઘડપણ…….વિતેલા જીવનના સરવાળા બાદબાકી છેજેવું વાવ્યું તેવું લણવાનો સમય છે…

(૭) મરણ  ………. જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે… નાડીએ નાડીએ કર્મ તૂટશે..પાપ-પૂણ્યનો મર્મ ખુલશે…
ધર્મ-કર્મનો હિસાબ થશે…  સ્વર્ગ-નરકનો માર્ગ થશે…. પોતાનાનો પ્યાર છુટશે……… 
અને… સાત પગલા પુરા થશે…..

માટે..   સાત પગલાની..   પાણી પહેલા પાળ બાંધો….

(૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.
૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો, માલીક નથી!


(૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે…
      કુદરત પોતે જ ચાલાક છે! 
પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે  ત્યારે માટે તમારી હોશીયારી તમારી પાસે જ રાખો!

(૪) જો તમને… પહેરવા કપડા, રહેવા ઘર અને.. બે ટાઇમ અન્ન મળતું હોય તો…ઉપરવાળાનો આભાર માનજો..

તમારાથી બીજા કેટલા સુખી છે.. તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે.. તે જોશો તો… તમારે માટે સ્વર્ગ અહીં જ છે!

(૫) તમે પૈસાદાર હો કે ગરીબ..  બધા અંતે મ્રુત્યુને જ વરે છે!  મુખ્ય વાત તો એ જ છે કે..
   તમારી ખોટ કેટલાને પડી?      તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

 


^^ ^^ ^^

 


 1. એ સંબંધો કદી સાચા નથી  હોતા  જે સાચવવા પડે, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા.
 2. વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,માણસ નથી  બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે.
 3. માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.
 4. જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !
 5. જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
  પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે.
 6. દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએકે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે .
 7. મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે, અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.
 8. પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી  હોય તો એની પ્રશંસા કરો !!
 9. તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપયોગી જરૂર થાજો !!
 10. દીકરો એટલે સુખડનો ટુકડો ,દીકરી એટલે કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે  !!
 11. પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?
  જેના કાન લાંબા , આંખ મોટી અને જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો …..

 12. પુરુષને મહાત  કરી શકે એવી  બે વિશેષતા સ્ત્રી ધરાવે છે
  એક , એ રડી શકે છે અને બે , એ ધારે ત્યારે  રડી  શકે  છે  !

 13. આખી જીંદગી આંકડા તમે માંડો અને  છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ  નસીબ !