શારીરિક માનસિક આરોગ્ય, તંદુરસ્તી



 

A good information…

Lemon (Citrus) is a miraculous product to kill cancer cells. It is 10,000 times stronger than chemotherapy

Just cut 2-3 thin slices of lemon in a cup/container and add drinking water will become “alkaline water”, drink for the whole day, just by adding drinking water.  Take it as drinking water everyday is good for everybody.

The surprising benefits of lemon!

————————————————————–
Institute of Health Sciences, 819 N. L.L.C. Charles Street Baltimore , MD 1201.

This is the latest in medicine, effective for cancer!
Read carefully & you be the judge

Lemon (Citrus) is a miraculous product to kill cancer cells. It is 10,000 times stronger than chemotherapy.

Why do we not know about that? Because there are laboratories interested in making a synthetic version that will bring them huge profits. You can now help a friend in need by letting him/her know that lemon juice is beneficial in preventing the disease. Its taste is pleasant and it does not produce the horrific effects of chemotherapy. How many people will die while this closely guarded secret is kept, so as not to jeopardize the beneficial large corporations? As you know, the lemon tree is known for its varieties of lemons and limes. You can eat the fruit in different ways: you can eat the pulp, juice press, prepare drinks, sorbets, pastries, etc… It is credited with many virtues, but the most interesting is the effect it produces on cysts and tumors. This plant is a proven remedy against cancers of all types. Some say it is very useful in all variants of cancer . It is considered also as an anti microbial spectrum against bacterial infections and fungi, effective against internal parasites and worms, it regulates blood pressure which is too high and an antidepressant, combats stress and nervous disorders.
The source of this information is fascinating: it comes from one of the largest drug manufacturers in the world, says that after more than 20 laboratory tests since 1970, the extracts revealed that

It destroys the malignant cells in 12 cancers  including colon, breast, prostate, lung and pancreas … The compounds of this tree showed 10,000 times better than the product Adriamycin, a drug normally used chemotherapeutic in the world, slowing the growth of cancer cells. And what is even more astonishing: this type of therapy with lemon extract only destroys malignant cancer cells and it does not affect healthy cells.

** ** **

 

 

 

 

 

 

 

 


 

 

શરીર સ્વાસ્થ્યના ઉખાણા


ઉનાળે કેરીને આમળા ભલા
શિયાળે સુંઠ અને તલ ભલા,
ચોમાસે અજમો, લસણ ભલા
પણ, બારે માસ ત્રિફલા ભલા.


ખાય જે બાજરીના રોટલા અને મૂળાના પાન,
શાકા આહારને લીધે, તે ઘરડા પણ થાય જવાન.

રોટલા, કઠોળ અને ભાજી, — તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.

હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.

આદુ રસ ને મધ મેળવી, ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી, અને વેદના, ભાગે તેના જરૂર.

ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિ થી જ વપરાય.

ફણગાવેલા કઠોળ જે ખાય, તે લાંબો, પોહળો અને તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય

લીંબુ કહે: હું ગોળગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.

ચણો કહે: હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણા દાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.

મગ કહે: હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ

કારેલું કહે: કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો, ડાયાબીટીસની બાંધુ ચોટલી

આમલી કહે: મારામાં ગુણ એક જ, પણ અવગુણ છે પુરા ત્રીસ
લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છેપુરા વીસ

ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકા આહારી જે જન રહે, દર્દ નામ કદી ન લે એ જોગીનું

 

** ** **

 

 


કબજિયાત

 

કબજિયાતને દૂર કરવાના કેટલાંક આધારભૂત નિયમો વાચકોને ઉપયોગી થશે એમ સમજીને તેનું અહીં નિરૂપણ કરું છું.

રોજ રાત્રે દોઢ-બે ગ્લાસ પાણી જમ્યા પછી પીવું તથા રાત્રે એક ગ્લાસ નવશેકું દૂધ સૂતી વખતે પીવું.

સવારે નરણા કોઠે બ્રશ કે દાતણ કર્યા પછી એકથી દોઢ ગ્લાસ તાજું પાણી પીવું.

સવારે અને સાંજે એકાદ કીલોમીટર પગપાળા ફરવું.

આહારમાંથી તીખીતળેલી અને રુક્ષ ચીજો બંધ કરવી. ચણાની ચીજોવધારેપડતું મરચુંઅથાણાંપાપડ તથા મેંદા જેવી ગરિષ્ટ ચીજોનો ઉપયોગ કરવો નહીં.

આહારમાં લીલા શાકભાજીકાચું કચુંબર – ગ્રીન સલાડઋતુ પ્રમાણેનાં ફળો અને દૂધનો વધારે ઉપયોગ કરો.

આહાર લીધા પછી બે કલાકે તાજી છાશફળોનો રસ કે શરબત પીવું.

આહાર સાથે દહીંના ઉપયોગથી કબજિયાતની જૂની કડીઓ તૂટી જાય છે.

ભૂખ પ્રમાણે નિયમિત આહાર લેવો અને ટેન્શનથી બચવું.

ખાલી પેટે હળવો વ્યાયામ કરવો.

 

આપણને થતા પેટના દુખાવામાં મોટા ભાગે તેનું મૂળ કારણ કબજિયાતની તકલીફ હોય છે. અમારે ત્યાં આવતા દર્દીઓમાં મુખ્યરૂપે કબજિયાતથી થતો પેટનો દુખાવો વિશેષ જોવા મળે છે.

હવે તો એવુ પણ કહેવાય છે કે હાર્ટ એટેક ઉત્પન્ન કરતાં જે કારણો છે તેમાં કબજિયાત અને તેનાથી ઉત્પન્ન થતા ઉર્ધ્વ વાયુની પણ ગણતરી થાય છે. જ્યારે આયુર્વેદના હજારો વર્ષ પૂર્વે લખાયેલા પ્રાચીન ગ્રંથોમાં તો સ્પષ્ટ જ કહેવાયું છે કે અવરુદ્ધ થયેલો અપાન’ વાયુ ઉર્ધ્વ ગતિ કરીને હૃદયને ભીંસે છે. આ ઉપરથી કહી શકાય કે હૃદયરોગ ઉત્પન્ન કરતાં જે અનેક મૂળભૂત કારણો છે તેમાં કબજિયાતનો પણ સમાવેશ થાય છે. આવી કબજિયાત માટે આપણે કઈ રીતે બેદરકાર રહી શકીએ?

કબજિયાતના દર્દીઓમાં કબજિયાતને ઉત્પન્ન કરતાં મૂળભૂત કારણો પણ ભિન્ન ભિન્ન હોય છે અને કબજિયાતને અનેક રોગોનું મૂળ કહેવાયું છે. એ વિશે બે મત નથી. એટલા માટે કબજિયાતની સાધારણ તકલીફ હોય તેમણે બેધ્યાન ન બનવું જોઈએ.

કબજિયાતમાં મળ પ્રવૃત્તિ સમ્યગ્ રીતે થતી નથી. મળ શુષ્ક અવસ્થામાં અનિયમિત અને અલ્પ માત્રામાં પ્રવૃત્ત થાય છે. આ કબજિયાતનું સૌથી મોટું કારણ આહારની અનિયમિતતા અને પરિશ્રમ વગરનું બેઠાડું જીવન ગણાવાય છે. આ કારણોને લીધે આંતરડાંની સ્થિતિ સ્થાપકતામાં શિથિલતા ઉત્પન્ન થવાથી તેમાં વાયુનો પ્રકોપ થાય છે. પ્રકૃપિત થયેલો આ અપાનવાયુ આંતરડાંમાં રહેલા મળના દ્વાંશને સૂકવી નાંખે છે. જેથી મળ શુષ્ક બનતા કબજિયાત ઉત્પન્ન થાય છે. એટલા માટે કબજિયાતના આયુર્વેદીય ઉપચારમાં વાયુને ધ્યાનમાં રાખવામાં આવે છે.

આંતરડાંની શિથિલતા ઉત્પન્ન કરવામાં દૈનિક આહારવિહારની અનિયમિતતા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે જ આહારવિહારની અનિયમિતતા જ કબજિયાતનું સૌથી મુખ્ય કારણ છે. જે આજકાલના દર્દીઓમાં જોવા મળે છે. ત્રણે પાળીમાં સર્વિસ કરતાબહાર ગામ દોડાદોડી કરતા મેડિકલ રિપ્રેઝન્ટેટિવોદલાલોકમિશનએજન્ટોકોન્ટ્રાક્ટરો વગેરેમાં કબજિયાત વિશેષ જોવા મળે છે.

કેટલીક વખત શોકચિંતાભયઉદ્વેગઈર્ષાજેવાં માનસિક કારણોથી પણ કબજિયાત ઉત્પન્ન થાય છે. ઉપવાસઉજાગરા,એકટાણાં સતત કરવામાં આવે તોપણ કબજિયાત ઉત્પન્ન થાય છે. કબજિયાતના દર્દીઓમાં જ્યારે આવાં કારણો જોવા મળે ત્યારે તેના તરફ પણ લક્ષ આપીને ઉચિત ઉપચાર કરવો જોઈએ.

સામાન્ય રીતે મળ હલકા પીળા રંગનો અને નરમ પણ બંધાયેલો હોવો જોઈએ. મળ પ્રવૃત્તિ ખુલાસાથી થયા બાદ પેટ હલકું જણાય અને ભૂખ યોગ્ય રીતે કકડીને લાગતી હોય તો તે કબજિયાત ન ગણાયપરંતુ ઉપર જણાવેલાં કારણો જેવાં કે શુષ્ક અને ગાંઠોવાળો મળઅપાન વાયુની પ્રવૃત્તિ એટલે કે વાછૂટ ન થવીઅનિયમિત ભૂખ અને વિલંબિત મળપ્રવૃત્તિ એ કબજિયાતનાં લક્ષણો છે.

કબજિયાતના આટલા ટૂંકા નિરૂપણ પછી તેના ઉપચાર વિશે જણાવું છું. ત્રિફળાહિમજસ્વાદિષ્ટ વિરેચન કે દીનદયાળ ચૂર્ણ જેવા રેચ લગાડનાર કે આધુનિક લેક્ઝેટિવ કે પરગેટિવ ઔષધો કાયમ નિયમિત રીતે લીધાં કરવાં એ કબજિયાત મટાડનાર મૂળગામી ઉપચાર નથી. આવાં ઔષધો એકાદ બે વખત મળપ્રવૃત્તિ સાફ લાવી દે છેપરંતુ ધીમે ધીમે તેના કાયમી ગુલામ બનાવી દે છે અને આવા ઉપચારથી કબજિયાત મટતી નથી પરંતુ ધીમે ધીમે તે કાયમી બની જાય છે.

Source: Internet

 

 



લાંબુ જીવવું હોય તો તમારા જમવામાં કેલેરીને કન્ટ્રોલમાં રાખો

લાન્સેટનામનું બ્રિટિશ આરોગ્ય મેગેઝિન ૧૮૨૩માં આજથી ૧૮૭ વર્ષ પહેલાં એક સેવાભાવી આરોગ્યશાસ્ત્રીએ શરૂ કરેલું. તેના છેલ્લા અંકમાં લખ્યું છે કે ઉપભોગ એટલો વૈદ્યો છે કે માણસો અકરાંતિયા બની ઢોરની માફક સ્વાદ માટે ખાય છે તેથી ભારતમાં ૨૦ ટકાના વેગે સ્થૂળદેહી વધતા જાય છે. શહેરોમાં ૪૦ ટકા લોકો જાડિયા-પાડિયા છે. ભગવાન બુદ્ધે કહેલું કે તમે માત્ર તમારી ભૂખ સંતોષવા ઊણું પેટ રાખી ખાઓ અને એવી રીતે ઉપભોગ કરો કે સૃષ્ટિ હરીભરી રહે.

પતંગિયું ફૂલમાંથી રસ ચૂસે છે પણ ફૂલની સુંગધને યથાવત્ રાખે છે તેમ પતંગિયાની જેમ ઉપભોગ કરો. આજે જેની પાસે તનમનીયાં છે તેવા ભારતીઓ કે અમેરિકનોને ઉપભોગ કરીને પણ લાંબુ જીવવું છે. તેવા લોકોને લપડાક મારતો લેખ ન્યુ સાયિન્ટસ્ટનામના બ્રિટિશ હેલ્થ-વીકલીમાં છપાયો છે. ઉપભોગના  ચેમ્પિયનો જ્યાં જંક ફૂડ અને કોલાનાં પીણાં શોધાયાં છે ત્યાં તો ઉપભોગ કરીને પણ લાંબુ જીવવા માટેની જાદુઈ એલોપથીની દવાની ટિકડી શોધ ચાલે છે. હા, તેમને મેજિક પિલ્સ ખાઈ લાંબુ જીવવું છે સંયમથી નહીં.

આવી ગાંડી શોધનો લાંબો અહેવાલ પુસ્તકરૂપે ડો.. ડેવિડ સ્ટીપએ ધ યુથ પીલ સાયિન્ટસ્ટ એટ ધ બ્રીન્ક ઓફ એન એન્ટી એજિંગ રિવોલ્યુશનનામનું પુસ્તક લખ્યું તે તાજેતરમાં મારો મિત્ર વાચકો માટે લાવ્યો છે. ન્યુ સાયિન્ટસ્ટની પ્રબુદ્ધ ડો.લોરા ક્રેસિડીએ નિસર્ગોપચારકોને મનભાવતું મથાળું લખ્યું છે ઇટ લેસ લીવ લોંગર!હા સૂક્ષ્મ આહાર ચાવી ચાવીને ખાઓ. સવારે ભરપેટ નાસ્તા કરવાને બદલે સવારે કાં ભૂખ્યા રહો કે માત્ર મોસંબી-સંતરા કે શાકભાજીના રસ પીઓ.

ધ યુથ પીલના લેખક પણ આવી જ વાત તેની ભાષામાં કહે છે. પરંતુ તે પાક્કા પશ્ચિમી માણસ છે એટલે તે લાંબુ જીવવાની કોઈ મેજિક પિલ શોધવા કેટલો પુરુષાર્થ થયો છે અને થાય છે અને ટૂંક વખતમાં તેવી જાદુઈ કેપ્સ્યુલ શોધાશે તેવી અબળખા રાખીને બે-ત્રણ ટિકડીઓના નામ આપી દેવાના જ. એમ છતાં એક મનભાવન વાત તેની ભાષામાં લખે છે કે લાંબુ જીવવું હોય તો આહારમાં કેલેરી રિસ્ટ્રિકશનરાખો.

આપણા શહેરના શૈલેશભાઈકે રાજકોટના રણછોડભાઈકેલેરીમાં ઝાઝું સમજે નહીં પણ તે કેલેરી રિસ્ટિ્રકશનનું દેશી ભાષામાં ટ્રાન્સલેશન કરીએ તો સવારે દૂધના રગડા કે દૂધપાક જેવી ચા, ગાંઠિયા, જલેબી અને બીજા અતિ પૌષ્ટિક-ચરબીવાળા નાસ્તાને બદલે ગરીબ શિરામણ ખાઓ. કેલેરી રિસ્ટિ્રકશનનું વધુ દેશી ટ્રાન્સલેશન કરીએ તો સવારે ઓછા ઘી-તેલવાળા અને ઓછા નમકવાળા ખાખરા ખાઓ કે મોરારિબાપુની જેમ બાજરાના રોટલાનું શિરામણ કરો. પણ શહેરના લોકોએ તો પપૈયું, ફળના રસ જ નાસ્તામાં લેવા જોઈએ. સવારે અનાજ નહીં જ નહીં. 

અમરેલી-રાજકોટમાં રહીને નિસર્ગોપચાર આચરનારા વૈદ્ય બી. વી. ચવ્હાણ  જેઓએ સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લઈને નો બ્રેકફાસ્ટ પ્લાનની ઝુંબેશ ઉપાડીને પાંચ લાખ લોકોને સવારે ચરબી ખડકાવનારા નાસ્તા સદંતર બંધ કરાવી છેક બપોરે ભોજન લેવાના પ્લાન આપી ઘણાના એલોપથીક દવાના ખર્ચા બંધ કરાવ્યા છે. રોગ સારા કર્યા છે. આપણી કહેવત છે કે વાર્યું ન કરે તે હાર્યું કરે.તે પ્રકારે વૈદ્ય ચવ્હાણે તેના પાંચ લાખ જેટલા ડાયેટ-કન્વરટેડ (આહારનું ધમાઁતર!) લોકોમાંથી બે-ત્રણ દાખલા આપ્યા તે બ્રિટિશ સાપ્તાહીક ન્યુ
સાયિન્ટસ્ટની લેખિકા ડો.. લોરા કેસિડીને ગમે તેવા છે. પ્રેમનો અને રોમાન્સનો ધરવ જ થતો નથી એટલે ગ્રીક દેવતા ઝયુસ પાસે અવિનાશી શરીર માંગે છે. તેમણે એટરનલ લાઈફ માંગી પણ પ્રિન્સ અનંતકાળનું યૌવન ન માગ્યું.

આજે અમેરિકનો અને યુરોપીયનો દવાની દુકાને ગીરદી કરીને સાથે હોસ્પિટલોને મંદિર બનાવીને તેમાં ખડકાય છે પછી લાંબુ તો જીવે છે પણ ઢોરની જેમ માંદા માંદા અને દવા આરોગતા જીવે છે. તેમને માટે ડો.. લોરા કેસિડી અને યુથ પિલ્સના લેખક ડેવિડ સ્ટિપ-ઈટ લેસ લીવ લોંગરનો મંત્ર મૂકે છે પણ એમાં હું ઉમેરો કરું છું કે કુદરતી આહાર લો, ભોજનમાં ૮૦ ટકા શાકભાજીના રસ, ફળો અને ફણગાવેલા કઠોળનું ભોજન લો અને બાકીનું વીસ ટકા જ રાંધેલું-બાફેલું (તળેલું નહીં) ખાઓ.

પોતાના ઉપર પ્રયોગ કરીને વાંચી વાંચીને વૈદ્ય બનેલા કાઠિયાવાડના નિવૃત્ત સરકારી અફસર વૈદ્ય ચવ્હાણે તો આખા ગુજરાત, મહારાષ્ટ્ર અને યુપીમાં ફરીને સવારના નાસ્તા સદંતર છોડવા કહ્યું તેમાં તેણે ચમત્કારીક પરિણામ આણ્યાં છે. પ્રજાપિતા બ્રહ્નાકુમારીની સંસ્થા જે સંયમ નિયમના (બ્રહ્નચર્યના પણ) પાઠ ભણાવે છે તેના ઉપક્રમે આ આહાર ક્રાંતિની ઝુંબેશ ગાંઠને પૈસે કરે છે.

દક્ષિણના મુનિ વસવેશ્વરાએ ૮૫૦ વર્ષ પહેલાં કહેલું કે હક્કનું કમાઈને અરધું આરોગો તો તમે હક્કનું જીવો છો. કમાયેલું બધું ખાઓ છો તે હરામનું જીવો છો. તો આહાર બાબતની આ થિયરી ઘણાને ગળે ઊતરી છે. સુરતના હીરાના વેપારી મહેન્દ્રભાઈ પટેલ હીરામાં ઘણું કમાયા પણ સુરતી ખાણી-પીણી અને ઉજાગરા કરીને આંતરડા બગાડી ચૂક્યા. તેમને આંગળીના વેઢા ખૂટે એટલા રોગ થયા હશે. એ માટે R ૯ લાખ ડોક્ટરને આપી ચૂક્યા. હોસ્પિટલોને પૈસા દેવા આઠ વીઘા જમીન વેચી. આખરે સવારનો નાસ્તો છોડ્યો. સાદો આહાર લીધો અને તંદુરસ્ત થયા.

મુંબઈનાં અલકાબહેનને ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાઈરોઈડની તકલીફ અને આજે એક છુપો રોગ સ્ત્રીઓને થાય છે તે આખા શરીરે બળતરા થતી હતી. ડોક્ટરોએ R બે લાખ પડાવ્યા પણ રાહત ન થઈ તે આહાર ક્રાંતિથી થઈ. લાઠી-દામનગરના ડોક્ટરને જ ડાયાબિટીસ ૧૫ વર્ષથી હતો. તેણે સવારનો નાસ્તો છોડી કાચાં શાકભાજી શરૂ કરતાં ડાયાબિટીસ ગાયબ થઈ ગયો. એક બીજા ભાઈ કોમામાં (બેભાન) આવી ગયા. બે-ત્રણ હોસ્પિટલોમાં ફેરવ્યા. ભાનમાં ન આવ્યા. તેમને ગળા વાટે બીલીપત્ર, રજકો, મીઠો લીમડો અને કોથમીર વગેરે લીલોતરી-વનસ્પતિનો રસ આપતાં ભાનમાં આવી ગયા!

 

** ** **


30 દિવસમાં તંદુરસ્તી’         30 આધ્યાત્મિક ગોળીઓ  30 દિવસની શક્તિ માટે.

 

*  ચિંતા કરવી છોડી દો                     – માનસિક શાંતિ હરી લે છે.

*  ઈર્ષા ન કરો                              –  સમય અને શક્તિનો વ્યય થાય છે

*  તમારી મર્યાદાનો સ્વીકાર કરો        – આપણે બધા જ મહાન નથી બની શકતા.

*  લોકોમાં વિશ્વાસ રાખો                    – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ

એવો જ પ્રતિભાવ આપશે.

*  પુસ્તક વાંચો                                  – તમારી કલ્પના શક્તિ વધશે.

*  સારો શોખ કેળવો                           – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.

*  થોડો સમય એકાંતમાં ગાળો            – તમારું દુઃખ હળવું થશે.

*  એક  અંતરંગ મિત્ર બનાવો               – જે  તમારા દુઃખમાં સહભાગી થશે.

*  ઈશ્વરમાં શ્રદ્ધા રાખો                 – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.

*  સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો      – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.

*  પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો        – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.

*  વડિલોનો આદર કરો                        – એક  દિવસ તમારો પણ આવશે.

*  ખુશ મિજાજ રહો                              – એને ગુમાવવો મોંઘો પડે છે.

*  પોતાની જાતને ઓળખો                    –  એ  તમારી અંદર છે.

*  સુખની પાછળ દોટ ન મૂકો                – એ  તમારી પાસે જ છે.

*  સમય ન વેડફો                                 – મહામૂલી જણસ છે.

*  અંધકારથી નિરાશ ન થશો                – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.

*  દરેકને પ્રેમ કરો                                 – તમને બમણો પ્રેમ મળશે.

*  શ્રદ્ધા રાખો                                         –  તમે બધું જ કરી શકો છો.

*  વર્તમાન ક્ષણનો આનંદ મેળવો           – ભૂતકાળ વીતી ગયો છે, ભાવિની ખબર નથી.

*  વ્યવહારુ બનો                                    – સુખનો રાજમાર્ગ છે.

*  ગુસ્સો સંયમિત કરો                             – એ  ભયાનક બને છે.

*  મૃદુભાષી બનો                                    – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે .

*  ઊંચું વિચારો                                       – ઉન્નતિના શિખરે લઈ જશે.

*  અથાક પરિશ્રમ કરો                             – મહાન બનવાનો કિમિયો છે.

*  સર્જનાત્મક બનો                                  – મુખાકૃતિ સુંદર લાગશે.

*  હસતા રહો                                          – પડકારનું તકમાં રૂપાંતર થશે.

*  તમારી ભાષા પર કાબૂ રાખો                – તમારા ચારિત્ર્યનું દર્પણ છે.

*  ભય  ન રાખો                                       – ઈશ્વર હંમેશા સાથે જ છે.

*  રોજ ચિંતન કરો                                   – આત્માનો ખોરાક છે.

દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.