ગુજરાતી વિભાગફણગાવેલાં કઠોળ તબિયત ફૂલફટાક રાખે છે
સાવ મફતમાં વિટામિનો અને જીવનરક્ષક તત્ત્વો એટલે ફણગાવેલાં મગ-મઠ

તાજું સંશોધન કહે છે કે તમે તમારા આહારનો સ્વાદ માતાનાં પેટમાં હો ત્યારથી જ જન્મ પહેલાં કેળવો છો. સાદા શબ્દોમાં માતા ગર્ભવતી હોય અને ગાજરનો રસ પીતી હોય કે વધુ સલાડ-કચુંબર ખાતી હોય તો એ બાળકને પણ કુદરતી આહારની ટેવ પડે છે. તમને તીખું તમતમતું અને રેંકડીનું કે રૂપાળી વેસ્ટર્ન રેસ્ટોરાંનો જંકફૂડ ખાવાની ઘાતક ટેવ હોય તો બાળક પણ જંકફૂડિયું થાય છે.

જો ગર્ભવતી માતા ફણગાવેલા કઠોળ ખાય તો તો બાળક માટે ભયો ભયો. ફણગાવેલા કઠોળ તદ્દન મફતમાં એબીસી વિટામિનો આપે છે. ચાવી ચાવીને ખાવાની ટેવ પાડે છે. આ વાત અમેરિકાના વિખ્યાત ઇન્વેસ્ટિગેટિવ-ફૂડ-જર્નલિસ્ટ એરિક શ્લોસરે તેના પુસ્તક‘ચ્યુ ઓન ધિસ’નામના પુસ્તકમાં લખી છે, પણ આ લેખ પૂરતું આપણે તેણે ફણગાવેલા કઠોળનાં વખાણ લખ્યા છે તેને જ વળગીએ.

બ્રિટનની અને અમેરિકાની હોસ્પિટલોમાં તેમજ મશહૂર નિસર્ગોપચારનું કેન્દ્ર મેયો ક્લિનિકમાં અવારનવાર આપણા ખોરાકના પ્રયોગો થાય છે તેમાં ફણગાવેલા મગ, મઠ અને ચણા દર્દીના આહારમાં અપાય છે. ૩૫ વર્ષ પહેલાં ફણગાવેલા કઠોળનું ઉપનિષદ હોય તેવું પુસ્તક ડો. માર્થા એચ. ઓલિવરે લખેલું તેનું નામ છે -એડ એ ફયુ સ્પ્રાઉટસ. તમારા આહારમાં થોડા ફણગાવેલા કઠોળ, મગ, મઠ, ફણગાવેલો બાજરો કે ફણગાવેલા ઘઉ ઉમેરતા રહો.

અમેરિકનોને ફણગાવેલા કઠોળનો લાભ હજી સમજાયો નથી. જર્મનો અને બ્રિટિશરો ફણગાવેલા કઠોળથી જ સવારનો નાસ્તો આજકાલ કરે છે. ડો. માર્થા ઓલિવરે લખ્યું છે કે જે છોકરીઓ ફણગાવેલા ચણા કે મગ ખાય છે તેના વાળ કાળા, ઘટ્ટ અને સુંવાળા બને છે. સૌથી મોટો ફાયદો એ છે કે કાચા ફણગાવેલા મગને તમારે ચાવી ચાવીને ખાવા પડે છે.

વોશિંગ્ટનમાં‘લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ’છે ત્યાં જઈને ભૂતપૂર્વ અને ચાલુ પ્રમુખોની બૈરીઓ માર્થા ઓલિવરનું પુસ્તક પકડે છે. મલેશિયા-સિંગાપોર પિનાંગ, શાંઘાઈ અને હવે તો મુંબઈની શાક માર્કેટમાં મહારાષ્ટ્રીયન બહેનો વાંસની છાબમાં ફણગાવેલા કઠોળ વેચે છે. મે મહિનાનો ધોમ ધખે છે ત્યારે વાતાવરણમાં ઊલટાનો ભેજ છે એટલે રાત્રે પલાળેલા મગમાંથી સવારે બધું પાણી કાઢી લો. એક સફેદ કપડામાં પોટલી બાંધો તો સાંજે ખૂબ ફણગા ફૂટી જશે.

ખાસ તો નીચલા મઘ્યમવર્ગની બહેનોને આજકાલ શાક મોંઘું લાગે તેમજ શ્રાવણ-ભાદરવામાં તો લીલોતરી શાક ખૂબ મોંઘું થાય ત્યારે લીલા શાકભાજીની ડબલ ગરજ સારે તેવા ફણગાવેલા કઠોળને સ્વાદિષ્ટ બનાવવા હળવો વઘાર કરીને તેમાં સ્વાદ પ્રમાણે મસાલો નાખીને શાકની જગ્યાએ વાપરી શકો છો. મહુવામાં મોટા ભાગના કપોળ મિત્રોની માતાઓ અમને બપોરે ભૂખ લાગે ત્યારે ફણગાવેલા મગનો નાસ્તો આપતી.

મહાન ફિલસૂફ ઈશાક સિંગર માંસાહારી હતા. તેણે જીવનનાં છેલ્લાં ૩૫ વર્ષ શાકાહાર અપનાવ્યો ત્યારે તેને કોઈ નેચરોપેથે કહ્યું કે માંસમાંથી જ પ્રોટીન મળે છે તે વાત ભૂલી જાઓ માંસમાં ફાયબર-રેષા-છીલકાં હોતાં નથી ત્યારે ફણગાવેલા કઠોળ તમને કોલસ્ટેરોલ વગરનું પ્રોટીન આપે છે અને માંસની ગરજ સારે છે. ચીનના પુરાણા આરોગ્યશાસ્ત્રીઓએ ૫૦૦૦ વર્ષ પહેલાં કઠોળને ફણગાવવાની રીત શોધી કાઢી. ચીનાઓ દરિયાઈ સફર ખેડે ત્યારે એક કોથળો ભરીને મગ લઈ જાય. લીલાં શાકભાજી ન મળે એટલે વિટામિન બી અને સીની ખોટ પૂરવા ફણગાવેલા કઠોળ ખાતા.

૧૭૭૨થી ૧૭૭૫ના ગાળામાં કેપ્ટન જેમ્સ કૂક અને તેના ખલાસીઓ તેમની સાથે લીંબુ લેતા, તેના શરબત પીતા અને લીંબુ ખલાસ થાય એટલે કઠોળને ફણગાવીને ખાતા. આને કારણે કેટલાય ખલાસી રોગોથી બચી જતા. અમેરિકાની કોર્નલ યુનિ.ના ન્યુટ્રિશનના પ્રોફેસર ડો. કલાઈવ એમ. મેક્કે જાહેર કર્યું કે ‘તમને બારે માસ લીલા શાકભાજી જોઈએ છે જે માંસના પોષક ગુણો સામે સ્પર્ધા કરે? તો તમે ફણગાવેલા કઠોળ ખાઓ. ટમેટામાંથી મળતા વિટામિન સીની ગરજ આ ફણગાવેલા કઠોળ સારશે. જોકે પ્રોફેસર કલાઈવ તો ફણગાવેલા સોયાબીન દર્દીને વધુ આપતા.

તેમનો મત છે કે ફણગાવેલા સોયાબીનમાં વિટામિન બી કોમ્પ્લેક્સ મળે છે. કઠોળનું વિટામિન એ ૬૦૦ ટકા વધી જાય છે. કઠોળમાં જે સ્ટાર્ચ હોય છે તેનું અદ્ભુત પરિવર્તન થઈ તે કુદરતી શર્કરાનું રૂપ ધારણ કરે છે. તેથી જ ફણગાવેલા કઠોળ કુદરતી રીતે ગળચટ્ટા લાગે છે અને ચાવીને ખાઓ તો જલદી પચે છે. આપણા ક્રિકેટરો પરદેશ જાય અને વેસ્ટ ઇન્ડીઝ ગયેલા ત્યાં ફણગાવેલા કઠોળ ભરપૂર મળે છે.

તેમને ફણગાવેલા કઠોળ ડબલ એનર્જી આપે છે. ત્યાં મગ વધુ સારા મળે છે. ફણગાવેલા મગમાં રોગપ્રતિકાર શક્તિ પણ છે. ગૌતમ ગંભીરને ડાયેરિયા (ઝાડા)થયેલ ત્યારે તેને ફણગાવેલા મગનો સૂપ, જો બ્રોકોલી કે કોબી સાથે ફણગાવેલા કઠોળ ખવાય તો કેન્સર વકરતું નથી.

બ્રિટનમાં તો જવ અને રજકાના બી પણ ફગાવીને ખાય છે. ન્યૂઝીલેન્ડના ક્રિકેટરો તેમના ભાતામાં ઘણાં કાચાં ખાઈ શકાય તેવાં બીજ લે છે. ત્યાં ફણગાવેલા જવ, ફણગાવેલી બદામ અને ફણગાવેલી મગફળી ખવાય છે. ચીની સ્ત્રીઓના વાળ કાળા અને ઘટ્ટ હોય છે, કારણ કે ત્યાં રોજ રસોડામાં ફણગાવેલા કઠોળની વાનગી હોય છે, આપણે તો માત્ર અડધાથી ઓછા ઇંચના ફણગાથી તુષ્ટ થઈએ છીએ, પણ મેં ચીનાના રસોડામાં ફણગાવેલા મગના બબ્બે ઇંચ લાંબા ફણગા જોયા છે.

ચીની તબીબ નુગ પેનત્સાઓ કિંગ તો કહેતા કે સ્ત્રીઓએ સાંધાના રોગથી પીડાવું ન હોય તો બ્રેડ ન ખાવી. ઘઉની રોટલી ખાય તો સાથે ફણગાવેલા કઠોળ જરૂર ખાવા.બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સોલ્જરો તેમજ આપણા સૈનિકોને ખાસ ફણગાવેલા કઠોળ અપાતા. પંજાબમાં ૧૯૩૮માં ઘઉનો પાક નિષ્ફળ ગયો ત્યારે તેની ગરજ સારવા બાજરાને ફણગાવીને પંજાબીઓ ખાતા. વધુ વખાણ લખવાની જરૂર નથી. તમે ઘણી વખત રીબો ફલેવીનનું સીરપ પીઓ છો, પણ પાચન સુધારવા તેની જરૂર નથી. ફણગાવેલા કઠોળમાં અઢળક રીબો ફલેવીન (પાચક સત્ત્વ) હોય છે. ચાલો આજે રાત્રે છાલિયું ભરીને મગ પલાળી બીજે દિવસે ફણગાવવાનું શરૂ કરી દો.

** ** **

Source: Internet

Advertisements

હાઇ બ્લડ પ્રેશર નું જોખમ નહીં સતાવે, અપનાવો આ 4 ટિપ્સ

આજકાલ વધતા માનસિક તણાવ અને ભાગદોડવાળી જીવનશૈલી માં લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ એ સામાન્ય વાત બનતી જાય છે.

નાનકડું ટેન્શન કે જવાબદારીઓને પુરા કરવાનું દબાણને કારણે આપણે આ બીમારીને સતત વધારીએ છીએ. આયુર્વેદના આ ઘરગથ્થુ નુસખાઓને અપનાવીને તેનાથી ઘણી હદ સુધી છુટકારો મેળવી શકાય છે.
1. ડુંગળીનો રસ અને શુદ્ધ મધને બરાબર માત્રામાં લગાડીને રોજ લગભગ દસ ગ્રામની માત્રામાં લો.

2. તરબુચના બીજના પલ્પ અને ખસખસ બન્નેને બરાબર માત્રામાં મેળવી પીસી લો. રોજ સવાર –સાંજ એક ચમચી ખાલી પેટે પાણી સાથે લો.

3. મેથીદાણાના ચુર્ણને રોજ એક ચમચી સવારે ખાલી પેટે લેવાથી હાઇબ્લડ પ્રેશરથી બચી શકાય છે.

4. ખાવાનું ખાધા પછી બે કાચા લસણની કળીઓને લઇને કિસમિસ સાથે ચાવો.આમ કરવાથી હાઇ બી.પીની સમસ્યા રહેતી નથી.

 

 

 

 

 


એક ચમચી હળદર
ફાયદા છે અનેક ………જાણીને અચંબામાં પડશો

– ભારતીય જમણમાં મસાલાનો પ્રયોગ પ્રાચીન સમયથી થાય છે.

હળદરનો સૌથી વધારે ઉપયોગ દાળ અને શાકભાજીમાં કરવામાં આવે છે કારણ કે આ દાળ અને શાકભાજીનો રંગને પીળો કરે છે તે સાથે જ ભોજનને પણ સ્વાદિષ્ટ બનાવે છે.

– ડાયાબીટિસના દર્દીઓ માટે હળદર કોઇ ઔષધિઓથી ઓછી નથી. ડાયાબીટિસ માટે દરરોજ ગરમ દૂધમાં હળદર પાવડર મેળવીને પીવું જોઇએ.વાસ્તવમાં, હળદરમાં વાતનાશક ગુણ હોય છે જે
ડાયાબીટિસની સમસ્યાથી રાહત મળવામાં મદદ મળે છે.

આયુર્વેદ અનુસાર નાના-નાના પ્રયોગ કરીને તેના અલગ- અલગ લાભ ઉઠાવી શકાય છે.

– હળદર એ શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને લોહીને સ્વચ્છ રાખે છે.

– મહિલાઓની પીરિયડ સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે.

– લીવર સંબંધી સમસ્યાઓમાં પણ તેને ગુણકારી માનવામાં આવે છે. આ જ કારણ છે કે શરદી- ખાંસી થવા પર દૂધમાં કાચી હળદર પાવડર નાખીને પીવાની સલાહ આપવામાં આવે છે.

– જરૂરી છે કે હળદર હંમેશા હવાચુસ્ત બરણીમાં રાખો કે જેથી કરીને તેના સ્વાદ અને ગુણવત્તામાં કોઇ ઉણપ આવે નહીં.

– પેટમાં કીડા થવા પર 1 ચમચી હળદરના પાવડરને રોજ સવારે ખાલી પેટે એક સપ્તાહ સુધી તાજા પાણીની સાથે લેવાથી કીડા દૂર થાય છે. આ મિશ્રણમાં થોડું મીઠું પણ મેળવી શકો છો. તેનાથી પણ ફાયદો થશે.

– ચહેરાના ડાઘ- ધબ્બા અને કરચલીઓ મટાડવા માટે હળદર અને કાળા તલને બરાબર માત્રમાં પીસીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડો. આ પેસ્ટથી માજ્ઞ તમારો ચહેરો જ નહીં નીખરે, પણ તે સાથે તમારો ચહેરો ખીલેલો રહેશે.

– સતત ખાંસી આવતી હોય તો હળદરની નાની ગાંઠને મોં મા રાખીને ચુસો. તેનાથી ખાંસી આવતી બંધ થશે.

-ત્વચાના વણજોઇતા વાળને દૂર કરવા માટે હળદર પાવડરને નવશેકા નાળિયેર તેલમાં મેળવીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને હાથ- પગ પર લગાડો. જેનાથી ત્વચા મુલાયમ બને છે અને શરીર પરથી વણજોઇતા વાળ દૂર થાય છે.

^^ ^^ ^^


એક રસપ્રદ માહિતિ -તાજેતર માં  “પાણી યોગ્ય સમયે પીવાની”  એક ઇ -મેલ થકી મળી જે નીચે પ્રમાણે  …..

 એક કાર્ડિઆક ડોક્ટર ને પૂછવામાં માં આવ્યું હતું, કે  “લોકો ને રાત્રે  શા માટે  વધુ પેશાબ થાય છે?”આ  કાર્ડિઆક  ડોક્ટર પાસેથી જવાબ: Gravity holds water in the lower part of your body when you are upright. When you lie down and the lower body (legs and other things) seeks level with the kidneys, it is then that the kidneys remove the water because it is easier. This then ties in with the last statement!
 પાણી પીવાનો યોગ્ય સમય:

… ખૂબ જ મહત્વનું… એક  કાર્ડિઆક  નિષ્ણાત ના મતે……

Drinking water at a certain time maximizes its effectiveness on the body:

2 ગ્લાસ પાણી સવારે જાગ્યા પછી  – આંતરિક અંગો [internal organs ]ને સક્રિય કરે છે.
1 ગ્લાસ પાણી  ભોજન પહેલાં 30 મિનિટ  – પાચન કરવામાં મદદ કરે છે
1 ગ્લાસ પાણી  બાથ લેવા પહેલાં –  બ્લડ પ્રેશર નીચે લાવવામાં મદદ કરે છે.
1 ગ્લાસ પાણી રાત્રે સુવા જતાં  પહેલાં  – સ્ટ્રોક અથવા હૃદયરોગનો હુમલો કરવાનું ટાળે છે।.

 Add to this…  A physician told  that drinking water at bed time will also help prevent night time leg cramps [a painful involuntary contraction of a muscle]. Your leg muscles are seeking hydration when they cramp and wake you up with a Charlie Horse.

^^ ^^ ^^


જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો

* ’કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
* કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
* મહેણું ક્યારેય ન મારો.
* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
* ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.
* રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.
* નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
*દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.
* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
* કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
* ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
* લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.
* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
* ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
* બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
* ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
* તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
* મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
*ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
* બચત કરવાની શિસ્ત પાળો.

* ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.

* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.
* અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.
* કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.
* ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.
* ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.
* સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ
*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

** ** **


 • થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે …. અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે.
 • ધુળ જેવી છે જીંદગી આપણી ….. આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર .!
 • કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી …
 • સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો ….. આખરે તો એ મા – બાપનેજ અનુસરશે!
 • બરફ જેવી છે આ જીંદગી … જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ….
 • પ્રશ્નો તો રહેવાના જ . સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે .. અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે , પણ શું કરીએ ?
 • ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે … પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે ; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે .
 • કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે .. જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે !
 • સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
 • વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…
 • માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સત્તાસ્થાને બેસાડો.
 • જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !
 • જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !
 • દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે.
 • મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે , અનેએ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.

અને છેલ્લે ….
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય……. તે મોત ..
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ……….. તે મોક્ષ !!


 

 મ્યૂઝિક થેરપી [Music Therapy]

એ મારો મનગમતો વિષય છે. હવે પછી ના લેખો માં ક્રમશ એના વિષે લખતો રહીશ. લેખો નું સંકલન કરેલું છે  તથા મારા પ્રયોગો કરેલા છે એના વિષે પણ છે.

કહેવાની જરૂર નથી છતાં પણ આજે  વિશ્વભર માં આ વિષય પર ઘણું સંશોધન ચાલે છે. એના પરિણામ પણ સારા મળ્યા છે.

સંગીત આપણા જીવન માં જન્મતા ની સાથે જ વણાએલું છે , કદાચ તે પહેલા થી જ શરૂ થાય છે. માતા ના હાલરડાં માણસ ને  એના અંતિમ સમયે પણ યાદ રહે છે. એનો સંતોષ એ પોતે જ સમજી  શકે છે!!


કોઈપણ મુશ્કેલી, આ થેરપી પાસે છે બધી જ પરેશાનીનો ઈલાજ.મ્યૂઝિક  થેરપી [Music Therapy] [1]

 

જો તમે મનગમતું સંગીત સાંભળશો, તો સંગીત સાંભળવાથી મન શાંત થશે. સંગીતની સાથોસાથ તમે કોઇ વાજિંત્ર વગાડવાનો શોખ પણ કેળવી શકો છો. જેમ કે, જો તમે ગિટાર વગાડવાનો શોખ ધરાવતાં હો, તો સ્ટ્રેસ અનુભવો ત્યારે ગિટાર વગાડવાથી તમને સારું લાગશે.

સંગીત આપણા મૂડને બદલીને અત્યંત થોડા જ સમયમાં તાણના સ્તર (સ્ટ્રેસ લેવલ)ને ઘટાડે છે. ડોક્ટર્સના મતે, સંગીત દ્વારા આપણા સ્નાયુઓને આરામ મળે છે અને એ આરામને લીધે આપણે તાજગી અનુભવીએ છીએ.

જો તમે ઇચ્છવા છતાં તમારા રોજિંદા જીવનમાં સંગીતને સામેલ ન કરી શકતાં હો, તો એક નિષ્ણાત મ્યુઝિક થેરપિસ્ટની મદદ લઇ શકો છો. ધીમે ધીમે તમને તેમાં રસ વધતો જશે. થેરપિસ્ટ તમારી સમસ્યા પ્રમાણે વિવિધ પાસાં જેમ કે, શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક, સૌંદર્ય અને અધ્યાત્મ વગેરે પર કાર્ય કરે છે.

સંગીત દરેક વ્યક્તિને જુદા જુદા સ્તરે રાહત પ્રદાન કરે છે. તે આપણને શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક પાસાંમાં મદદ કરે છે. વિજ્ઞાનના મતે, સંગીત આપણા મૂડને તાજગીભર્યો રાખે છે. સંગીત થેરપી કઇ રીતે કામ કરે છે અને તેનાથી શા લાભ થાય છે, તે વિશે જાણીએ…

સંગીત અપનાવો

તમે જ્યારે પરેશાન હો અને કંઇ ગમતું ન હોય, ત્યારે ઉદાસ થઇ જાવ છો અને ઉદાસીને લીધે મનમાં નકારાત્મક વિચારો આવે છે. નકારાત્મકતાની સ્થિતિ સુધી પહોંચતાં પહેલાં જ તમે એવું કોઇ પગલું ભરો જેના લીધે તમે સારું અનુભવી શકો. તમે સંગીત દ્વારા મનને ખુશ કરી શકો છો. એક વાત મનમાં નક્કી કરી લો કે તમારા જીવનને ખુશાલીભર્યું બનાવવા માટે તમે સક્ષમ છો.

જો તમે મનગમતું સંગીત સાંભળશો, તો સંગીત સાંભળવાથી મન શાંત થશે. સંગીતની સાથોસાથ તમે કોઇ વાજિંત્ર વગાડવાનો શોખ પણ કેળવી શકો છો. જેમ કે, જો તમે ગિટાર વગાડવાનો શોખ ધરાવતાં હો, તો સ્ટ્રેસ અનુભવો ત્યારે ગિટાર વગાડવાથી તમને સારું લાગશે.

અત્યંત ઉપયોગી થેરપી

સંગીત આપણા મૂડને બદલીને અત્યંત થોડા જ સમયમાં તાણના સ્તર (સ્ટ્રેસ લેવલ)ને ઘટાડે છે. ડોક્ટર્સના મતે, સંગીત દ્વારા આપણા સ્નાયુઓને આરામ મળે છે અને એ આરામને લીધે આપણે તાજગી અનુભવીએ છીએ. કેટલીક પરિસ્થિતિમાં તો સંગીત દવાનું કામ પણ કરે છે. જેમ કે,

-તાણ, ચિંતા અને બેચેની ઘટાડવામાં મદદરૂપ થાય છે.
-આ થેરપી દરેક વયની વ્યક્તિ માટે ઉપયોગી છે.
-મનગમતું સંગીત સાંભળવાથી હૃદય સંબંધિત તકલીફમાં ફરક પડે છે.
-વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર, સંગીત સાંભળવાથી ડિપ્રેશન દૂર થાય છે અને બેચેનીમાં ઘટાડો થાય છે.
-સંગીત દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે, જે અન્ય કાર્યો કરવામાં ઉપયોગી છે.
-મ્યુઝિક થેરપીનો ઉપયોગ માથાનો દુખાવો, શરદી વગેરે જેવી રોજિંદી શારીરિક તકલીફોને દૂર કરવા માટે પણ થઇ શકે છે.
-માનસિક રોગીઓ માટે પણ સંગીત ચમત્કારી ઇલાજરૂપ પુરવાર થાય છે.
-સંગીત ચયાપચયની પ્રક્રિયાને ઝડપી બનાવે છે, સ્નાયુઓની શક્તિ વધારે છે, શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પર પણ હકારાત્મક અસર કરે છે.
-સંગીત દ્વારા નાના બાળકોને કોઇ પણ બાબત સહેલાઇથી યાદ કરાવી શકાય છે. આજકાલ તો સ્કૂલોમાં પણ સંગીત દ્વારા બાળકોને પાઠ યાદ કરાવવામાં આવે છે.

જ્યારે તમે કહો હા, મન કહે ના…

જો તમે ઇચ્છવા છતાં તમારા રોજિંદા જીવનમાં સંગીતને સામેલ ન કરી શકતાં હો, તો એક નિષ્ણાત મ્યુઝિક થેરપિસ્ટની મદદ લઇ શકો છો. ધીમે ધીમે તમને તેમાં રસ વધતો જશે. થેરપિસ્ટ તમારી સમસ્યા પ્રમાણે વિવિધ પાસાં જેમ કે, શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક, સૌંદર્ય અને અધ્યાત્મ વગેરે પર કાર્ય કરે છે. તે તમારા સ્વાસ્થ્યને જાળવી રાખવામાં અને વધારે સારું કરવામાં તમારી મદદ કરશે. આ પ્રક્રિયા સંગીત થેરપીની બારીકાઇ સમજવામાં પણ મદદરૂપ થશે.

વિવિધ પ્રકારનું સંગીત

જુદા જુદા પ્રકારનું સંગીત આપણા પર વિવિધ રીતે અસર કરે છે. જ્યારે પણ આપણે સંગીત અથવા તો કંઇ અવાજ સાંભળીએ છીએ, ત્યારે આપણું મગજ કામ કરવા લાગે છે. સંગીતની કેટલીક મહત્વપૂર્ણ અવસ્થા વિશે જાણવાથી તમે આપોઆપ તે સમજવા લાગશો…

પ્રથમ, ચાલવા જતી વખતે સંગીત સાંભળીએ, તો આપણી ચાલ પહેલાની સરખામણીએ ઝડપી બની જાય છે. આને મનોરંજક સંગીતની શ્રેણીમાં ગણવામાં આવે છે.

બીજું, આ જ પ્રમાણે જ્યારે આપણે ઉદાસ કે ખુશ હોઇએ, ત્યારે આપણા મૂડ પ્રમાણે સંગીત સાંભળીએ છીએ. ખુશી અને દુ:ખ બંને સ્થિતિ વ્યક્ત કરવામાં સંગીત આપણી મદદ કરે છે.

ત્રીજું, સંગીત ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ આપણને મદદ કરે છે. આ બાબતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. બે બાળકીઓ તેમની દાદી સાથે રમતી હતી. એમના કાને જેવો કોઇ પુરુષના ગણગણવાનો સ્વર સંભળાયો કે તેઓ એની તરફ જોવા લાગી. પહેલાંનાં જમાનામાં પણ ધ્વનિ યંત્રો દ્વારા સંદેશા મોકલવામાં આવતા.

ચોથું, સુગંધ પછી સંગીત જ એવું તત્વ છે, જે આપણી સ્મૃતિને તાજી કરવામાં અને પાછી લાવવા માટે સક્ષમ છે.

 

^^ ^^ ^^

Next Page »