સોંદર્ય ટીપ્સ

[1] કાંદાનો રસ  અને મધ સમાન માત્રામાં ભેળવી વાળમાં લગાડી વાળ ધોવાથી વાળ ખરતા અટકે  છે.
[2] ત્વચા પર ડાઘ અને ધબ્બા હોય તો સરસિયાના તેલમાં ચપટી મીઠું  નાખીને એનાથી માલિશ કરો. ડાઘા જરૂર ઓછા થશે.
[3] એક મુઠ્ઠી જેટલી  અગરબત્તીની રાખમાં ખાટું દહીં ભેળવો. તેને ચહેરા પર લગાવી પંદર મિનિટ  પછી ધોઈ નાખો. એથી ચહેરા પરની દૂર કરેલી રૂવાંટી ઝડપથી નહીં ઉગે.
[4]  દૂધીનો રસ અને નાળિયેરનું તેલ મિક્સ કરી એનાથી માથામાં સારી રીતે માલિશ  કરો. વાળની ચમક વધી જશે.
[5] ચહેરા પરની રૂંવાટી દૂર કરવા માટે ત્રણ  ચમચી રવામાં થોડોક ઘઉંનો લોટ, થોડોક ચણાનો લોટ તથા દૂધ મિક્સ કરીને લગાવો. સૂકાઈ જાય એટલે એને વાળની ઊલટી દિશામાં હળવેથી ઘસો. પછી ધોઈ  નાખો.
[6] લીમડાની લીંબોડીને છાસમાં વાટી તેને ખીલ પર લગાવવાથી ખીલ દૂર  થાય છે. અને ચહેરાની ત્વચા મુલાયમ બને છે.
[7] જાયફળ વાટીને ચહેરા પર  લગાડવાથી કરચલીઓ દૂર થાય છે.
[8] ચહેરા તથા ગરદન પરની કાળાશ દૂર કરવા  માટે ફુદીનાના પાન વાટીને તેનો અર્ક કાઢીને રૂ વડે ચહેરા તથા ગરદન પર  લગાવી 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો.
[9] કાંદા શેકી તેની પેસ્ટ  બનાવી એડી પર લગાડવાથી એડી પરના ચીરા મહિનામાં મટી જશે.
[10] તુવેરની  દાળને પાણીમાં રાતના પલાળી દેવી. સવારે તેને ઝીણી વાટી લેવી. આ મિશ્રણથી  વાળ ધોવાથી વાળ ખરતા અટકાવી શકાય છે.