લાંબુ જીવવું હોય તો તમારા જમવામાં કેલેરીને કન્ટ્રોલમાં રાખો

લાન્સેટનામનું બ્રિટિશ આરોગ્ય મેગેઝિન ૧૮૨૩માં આજથી ૧૮૭ વર્ષ પહેલાં એક સેવાભાવી આરોગ્યશાસ્ત્રીએ શરૂ કરેલું. તેના છેલ્લા અંકમાં લખ્યું છે કે ઉપભોગ એટલો વૈદ્યો છે કે માણસો અકરાંતિયા બની ઢોરની માફક સ્વાદ માટે ખાય છે તેથી ભારતમાં ૨૦ ટકાના વેગે સ્થૂળદેહી વધતા જાય છે. શહેરોમાં ૪૦ ટકા લોકો જાડિયા-પાડિયા છે. ભગવાન બુદ્ધે કહેલું કે તમે માત્ર તમારી ભૂખ સંતોષવા ઊણું પેટ રાખી ખાઓ અને એવી રીતે ઉપભોગ કરો કે સૃષ્ટિ હરીભરી રહે.

પતંગિયું ફૂલમાંથી રસ ચૂસે છે પણ ફૂલની સુંગધને યથાવત્ રાખે છે તેમ પતંગિયાની જેમ ઉપભોગ કરો. આજે જેની પાસે તનમનીયાં છે તેવા ભારતીઓ કે અમેરિકનોને ઉપભોગ કરીને પણ લાંબુ જીવવું છે. તેવા લોકોને લપડાક મારતો લેખ ન્યુ સાયિન્ટસ્ટનામના બ્રિટિશ હેલ્થ-વીકલીમાં છપાયો છે. ઉપભોગના  ચેમ્પિયનો જ્યાં જંક ફૂડ અને કોલાનાં પીણાં શોધાયાં છે ત્યાં તો ઉપભોગ કરીને પણ લાંબુ જીવવા માટેની જાદુઈ એલોપથીની દવાની ટિકડી શોધ ચાલે છે. હા, તેમને મેજિક પિલ્સ ખાઈ લાંબુ જીવવું છે સંયમથી નહીં.

આવી ગાંડી શોધનો લાંબો અહેવાલ પુસ્તકરૂપે ડો.. ડેવિડ સ્ટીપએ ધ યુથ પીલ સાયિન્ટસ્ટ એટ ધ બ્રીન્ક ઓફ એન એન્ટી એજિંગ રિવોલ્યુશનનામનું પુસ્તક લખ્યું તે તાજેતરમાં મારો મિત્ર વાચકો માટે લાવ્યો છે. ન્યુ સાયિન્ટસ્ટની પ્રબુદ્ધ ડો.લોરા ક્રેસિડીએ નિસર્ગોપચારકોને મનભાવતું મથાળું લખ્યું છે ઇટ લેસ લીવ લોંગર!હા સૂક્ષ્મ આહાર ચાવી ચાવીને ખાઓ. સવારે ભરપેટ નાસ્તા કરવાને બદલે સવારે કાં ભૂખ્યા રહો કે માત્ર મોસંબી-સંતરા કે શાકભાજીના રસ પીઓ.

ધ યુથ પીલના લેખક પણ આવી જ વાત તેની ભાષામાં કહે છે. પરંતુ તે પાક્કા પશ્ચિમી માણસ છે એટલે તે લાંબુ જીવવાની કોઈ મેજિક પિલ શોધવા કેટલો પુરુષાર્થ થયો છે અને થાય છે અને ટૂંક વખતમાં તેવી જાદુઈ કેપ્સ્યુલ શોધાશે તેવી અબળખા રાખીને બે-ત્રણ ટિકડીઓના નામ આપી દેવાના જ. એમ છતાં એક મનભાવન વાત તેની ભાષામાં લખે છે કે લાંબુ જીવવું હોય તો આહારમાં કેલેરી રિસ્ટ્રિકશનરાખો.

આપણા શહેરના શૈલેશભાઈકે રાજકોટના રણછોડભાઈકેલેરીમાં ઝાઝું સમજે નહીં પણ તે કેલેરી રિસ્ટિ્રકશનનું દેશી ભાષામાં ટ્રાન્સલેશન કરીએ તો સવારે દૂધના રગડા કે દૂધપાક જેવી ચા, ગાંઠિયા, જલેબી અને બીજા અતિ પૌષ્ટિક-ચરબીવાળા નાસ્તાને બદલે ગરીબ શિરામણ ખાઓ. કેલેરી રિસ્ટિ્રકશનનું વધુ દેશી ટ્રાન્સલેશન કરીએ તો સવારે ઓછા ઘી-તેલવાળા અને ઓછા નમકવાળા ખાખરા ખાઓ કે મોરારિબાપુની જેમ બાજરાના રોટલાનું શિરામણ કરો. પણ શહેરના લોકોએ તો પપૈયું, ફળના રસ જ નાસ્તામાં લેવા જોઈએ. સવારે અનાજ નહીં જ નહીં. 

અમરેલી-રાજકોટમાં રહીને નિસર્ગોપચાર આચરનારા વૈદ્ય બી. વી. ચવ્હાણ  જેઓએ સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લઈને નો બ્રેકફાસ્ટ પ્લાનની ઝુંબેશ ઉપાડીને પાંચ લાખ લોકોને સવારે ચરબી ખડકાવનારા નાસ્તા સદંતર બંધ કરાવી છેક બપોરે ભોજન લેવાના પ્લાન આપી ઘણાના એલોપથીક દવાના ખર્ચા બંધ કરાવ્યા છે. રોગ સારા કર્યા છે. આપણી કહેવત છે કે વાર્યું ન કરે તે હાર્યું કરે.તે પ્રકારે વૈદ્ય ચવ્હાણે તેના પાંચ લાખ જેટલા ડાયેટ-કન્વરટેડ (આહારનું ધમાઁતર!) લોકોમાંથી બે-ત્રણ દાખલા આપ્યા તે બ્રિટિશ સાપ્તાહીક ન્યુ
સાયિન્ટસ્ટની લેખિકા ડો.. લોરા કેસિડીને ગમે તેવા છે. પ્રેમનો અને રોમાન્સનો ધરવ જ થતો નથી એટલે ગ્રીક દેવતા ઝયુસ પાસે અવિનાશી શરીર માંગે છે. તેમણે એટરનલ લાઈફ માંગી પણ પ્રિન્સ અનંતકાળનું યૌવન ન માગ્યું.

આજે અમેરિકનો અને યુરોપીયનો દવાની દુકાને ગીરદી કરીને સાથે હોસ્પિટલોને મંદિર બનાવીને તેમાં ખડકાય છે પછી લાંબુ તો જીવે છે પણ ઢોરની જેમ માંદા માંદા અને દવા આરોગતા જીવે છે. તેમને માટે ડો.. લોરા કેસિડી અને યુથ પિલ્સના લેખક ડેવિડ સ્ટિપ-ઈટ લેસ લીવ લોંગરનો મંત્ર મૂકે છે પણ એમાં હું ઉમેરો કરું છું કે કુદરતી આહાર લો, ભોજનમાં ૮૦ ટકા શાકભાજીના રસ, ફળો અને ફણગાવેલા કઠોળનું ભોજન લો અને બાકીનું વીસ ટકા જ રાંધેલું-બાફેલું (તળેલું નહીં) ખાઓ.

પોતાના ઉપર પ્રયોગ કરીને વાંચી વાંચીને વૈદ્ય બનેલા કાઠિયાવાડના નિવૃત્ત સરકારી અફસર વૈદ્ય ચવ્હાણે તો આખા ગુજરાત, મહારાષ્ટ્ર અને યુપીમાં ફરીને સવારના નાસ્તા સદંતર છોડવા કહ્યું તેમાં તેણે ચમત્કારીક પરિણામ આણ્યાં છે. પ્રજાપિતા બ્રહ્નાકુમારીની સંસ્થા જે સંયમ નિયમના (બ્રહ્નચર્યના પણ) પાઠ ભણાવે છે તેના ઉપક્રમે આ આહાર ક્રાંતિની ઝુંબેશ ગાંઠને પૈસે કરે છે.

દક્ષિણના મુનિ વસવેશ્વરાએ ૮૫૦ વર્ષ પહેલાં કહેલું કે હક્કનું કમાઈને અરધું આરોગો તો તમે હક્કનું જીવો છો. કમાયેલું બધું ખાઓ છો તે હરામનું જીવો છો. તો આહાર બાબતની આ થિયરી ઘણાને ગળે ઊતરી છે. સુરતના હીરાના વેપારી મહેન્દ્રભાઈ પટેલ હીરામાં ઘણું કમાયા પણ સુરતી ખાણી-પીણી અને ઉજાગરા કરીને આંતરડા બગાડી ચૂક્યા. તેમને આંગળીના વેઢા ખૂટે એટલા રોગ થયા હશે. એ માટે R ૯ લાખ ડોક્ટરને આપી ચૂક્યા. હોસ્પિટલોને પૈસા દેવા આઠ વીઘા જમીન વેચી. આખરે સવારનો નાસ્તો છોડ્યો. સાદો આહાર લીધો અને તંદુરસ્ત થયા.

મુંબઈનાં અલકાબહેનને ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાઈરોઈડની તકલીફ અને આજે એક છુપો રોગ સ્ત્રીઓને થાય છે તે આખા શરીરે બળતરા થતી હતી. ડોક્ટરોએ R બે લાખ પડાવ્યા પણ રાહત ન થઈ તે આહાર ક્રાંતિથી થઈ. લાઠી-દામનગરના ડોક્ટરને જ ડાયાબિટીસ ૧૫ વર્ષથી હતો. તેણે સવારનો નાસ્તો છોડી કાચાં શાકભાજી શરૂ કરતાં ડાયાબિટીસ ગાયબ થઈ ગયો. એક બીજા ભાઈ કોમામાં (બેભાન) આવી ગયા. બે-ત્રણ હોસ્પિટલોમાં ફેરવ્યા. ભાનમાં ન આવ્યા. તેમને ગળા વાટે બીલીપત્ર, રજકો, મીઠો લીમડો અને કોથમીર વગેરે લીલોતરી-વનસ્પતિનો રસ આપતાં ભાનમાં આવી ગયા!

 

** ** **

Advertisements