30 દિવસમાં તંદુરસ્તી’         30 આધ્યાત્મિક ગોળીઓ  30 દિવસની શક્તિ માટે.

 

*  ચિંતા કરવી છોડી દો                     – માનસિક શાંતિ હરી લે છે.

*  ઈર્ષા ન કરો                              –  સમય અને શક્તિનો વ્યય થાય છે

*  તમારી મર્યાદાનો સ્વીકાર કરો        – આપણે બધા જ મહાન નથી બની શકતા.

*  લોકોમાં વિશ્વાસ રાખો                    – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ

એવો જ પ્રતિભાવ આપશે.

*  પુસ્તક વાંચો                                  – તમારી કલ્પના શક્તિ વધશે.

*  સારો શોખ કેળવો                           – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.

*  થોડો સમય એકાંતમાં ગાળો            – તમારું દુઃખ હળવું થશે.

*  એક  અંતરંગ મિત્ર બનાવો               – જે  તમારા દુઃખમાં સહભાગી થશે.

*  ઈશ્વરમાં શ્રદ્ધા રાખો                 – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.

*  સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો      – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.

*  પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો        – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.

*  વડિલોનો આદર કરો                        – એક  દિવસ તમારો પણ આવશે.

*  ખુશ મિજાજ રહો                              – એને ગુમાવવો મોંઘો પડે છે.

*  પોતાની જાતને ઓળખો                    –  એ  તમારી અંદર છે.

*  સુખની પાછળ દોટ ન મૂકો                – એ  તમારી પાસે જ છે.

*  સમય ન વેડફો                                 – મહામૂલી જણસ છે.

*  અંધકારથી નિરાશ ન થશો                – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.

*  દરેકને પ્રેમ કરો                                 – તમને બમણો પ્રેમ મળશે.

*  શ્રદ્ધા રાખો                                         –  તમે બધું જ કરી શકો છો.

*  વર્તમાન ક્ષણનો આનંદ મેળવો           – ભૂતકાળ વીતી ગયો છે, ભાવિની ખબર નથી.

*  વ્યવહારુ બનો                                    – સુખનો રાજમાર્ગ છે.

*  ગુસ્સો સંયમિત કરો                             – એ  ભયાનક બને છે.

*  મૃદુભાષી બનો                                    – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે .

*  ઊંચું વિચારો                                       – ઉન્નતિના શિખરે લઈ જશે.

*  અથાક પરિશ્રમ કરો                             – મહાન બનવાનો કિમિયો છે.

*  સર્જનાત્મક બનો                                  – મુખાકૃતિ સુંદર લાગશે.

*  હસતા રહો                                          – પડકારનું તકમાં રૂપાંતર થશે.

*  તમારી ભાષા પર કાબૂ રાખો                – તમારા ચારિત્ર્યનું દર્પણ છે.

*  ભય  ન રાખો                                       – ઈશ્વર હંમેશા સાથે જ છે.

*  રોજ ચિંતન કરો                                   – આત્માનો ખોરાક છે.

દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.